
ઉદ્ઘાટન સમારોહમાં વિલે પાર્લે વિધાનસભાના સભ્ય શ્રી પરાગ અલ્વાણીએ હાજરી આપી હતી. ઉદ્ઘાટન સમારોહમાં, શ્રી પરાગ અલ્વાણીએ VBN ના તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. વેપાર મેળો સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયો હતો અને રાત્રે ૮ વાગ્યે પૂર્ણ થયો હતો. વેપાર મેળામાં મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી હતી. શ્રી અલ્વાણીએ તમામ ૫૦ સ્ટોલની મુલાકાત લીધી હતી.
વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક નામની સંસ્થા વૈષ્ણવ સભ્યોના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. VBN નું મુખ્ય મથક અમદાવાદ ખાતે છે. ગવર્નિંગ ટીમના પ્રમુખ ચિત્રંગ શાહ, ઉપપ્રમુખ પનવ શાહ અને સચિવ ખજાનચી જિગ્નેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થા વૈષ્ણવ સભ્યોના વેપાર પ્રોત્સાહન માટે કાર્યરત છે. શ્રી
મતી હિરલ શાહ, ઉપપ્રમુખ રાજ શાહ અને સચિવ ખજાનચી નિલેશ શાહ, પ્રાદેશિક ટીમ મુંબઈના વેપાર મેળાને સફળ બનાવવા માટે વ્યસ્ત હતા. VBN ના શુભેચ્છક અને અગ્રણી સામાજિક કાર્યકર દિલીપ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દેસાઈએ તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી અને બધા વૈષ્ણવ મુલાકાતીઓને વૈષ્ણવ બિઝનેસ નેટવર્કમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું.. ગવર્નિંગ ટીમના વડા ચિત્રંગ શાહે કાર્યક્રમની કામગીરીની પ્રશંસા કરી અને તમામ મુલાકાતીઓનો આભાર માન્યો…
૩૦ ઓગસ્ટ, શનિવારના રોજ, વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા વિલે પાર્લે પશ્ચિમના વિશ્વકર્મા બાગ ખાતે એક વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.